વિજ્ઞાન ગુર્જરી

વિજ્ઞાન ભારતી-ગુજરાત પ્રાંત
ગુજરાત ની સ્વદેશી વિજ્ઞાન ચળવળ
રજી. નં. એફ/૧૧૯૪/ આણંદ, વર્ષ- ૨૦૦૫
"વેદવાણી અનુસાર સર્વે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ"


વેદવાણી અનુસાર સર્વે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ


વિજ્ઞાન, ઈજનેરી અને તાંત્રિક્તાના સુચારુ ગઠન થકી ભારતનો સર્વાંગી વિકાસ સાધવાના હેતુસર કાર્યરત વિજ્ઞાન ભારતી ચળવળનું ગુજરાતનું એકમ એટલે વિજ્ઞાન ગુર્જરી” જેની સ્થાપના ૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૯ ના રોજ કરવામાં આવેલ છે. વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતના ખ્યાતનામ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદ, નિતિ ઘડવૈયા અને સામાજિક કાર્યકરોને આ સહિયારા પુરુષાર્થમાં સહભાગી થવા તથા પથદર્શક બનવા આમંત્રે છે.

                આપણી સંસ્કૃતિ અને સ્વદેશીની  ભાવના હ્રદયમાં રાખી વિજ્ઞાન ગુર્જરી કાર્ય કરે છે. વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન અને આધ્યાત્મના સુમેળ પર ભાર મૂકે છે. વિજ્ઞાન ગુર્જરી, ગ્રામીણ વિકાસ, સામાજિક સશક્તિકરણ અને તાંત્રિક જ્ઞાનના હસ્તાંતરણ માટે કામ કરે છે. સમાજના સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન ગુર્જરી વિશ્વવિદ્યાલયો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા અન્યસમાન વિચારસરણી વાળી  સંસ્થાઓ સાથે તાલમેલ સાંકળવામાં માને છે. જેના થકી વિજ્ઞાન અને તાંત્રિકતા માં થયેલ પ્રગતિના ફળ સમાજને પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરે છે.

                સ્વનિર્ભર અને વિકસિત ભારત એ અમારું સ્વપ્ન છે. આવો જો આપ આ વિચારો  સાથે સહમત હો તો સાથે મળીને અર્વાચીન અને પ્રાચીન વિજ્ઞાનને સંયોજીને દેશ નિર્માણના ભગીરથ કાર્યમાં સહયોગી બનીએ.


વિજ્ઞાન ગુર્જરીના મુખ્ય હેતુઓ


  • ભારતીય વિજ્ઞાનની વારસાગત, પારંપારિક, ભૌતિક અને આદ્યત્મિક સમજ કેળવીને તેને સમાજ સુસંગત અને ફળદાયી બનાવવું.
  • સ્વદેશી વિચારધારા ચળવળને પ્રોત્સાહિત અને નવસર્જિત કરી તેનું સાંપ્રત વિજ્ઞાન અને પ્રોધ્યોગિકરણ   સાથે સંકલન કરવું.
  • સ્વદેશી પરંપરાગત વિજ્ઞાનના પ્રોત્સાહિકરણ તેમજ રાષ્ટ્ર વિકાસની રચનામાં કૃષિ, પશુપાલન, આયુવેઁદ, પર્યાવરણશાસ્ત્ર, યાંત્રિકીકરણ, ખગોળશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને અન્ય વિજ્ઞાનને  અગ્રેસર કરવા અને માળખાકીય, સંસ્થાકીય સુવિધાઓનો વિકાસ કરવો.
  • વિજ્ઞાનનો લાભ જનસમુદાયને પ્રદેશિક ભાષામાં મળે તે માટે પ્રયત્ન કરવા.
  • દેશના પ્રાચીન યુગના વૈજ્ઞાનિકોના પ્રદાનને અર્વાચીન યુગના સાપેક્ષમાં મુલવણી કરવી.
  • વિજ્ઞાનના મૂળભૂત ઉદેશયોને અનુલક્ષી યુવાનો તેમજ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ અને રસ કેળવવો.
  • સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઓ સાથે વૈજ્ઞાનિક માહિતીનું આદાન-પ્રદાન, વિજ્ઞાનની ઓળખ અને ઝાંખી અંગે ધ્યાન આકર્ષિત કરવું.
  • ઓછી શક્તિ, લઘુતમ રોકાણ તથા ઓછામાં ઓછી કાર્યશક્તિથી વિકસિત પ્રાધ્યોગિકતા વિકાસનો મહતમ લાભ ગ્રામ્ય સ્તરે જરૂરિયાતને અનુલક્ષીને મળી રહે તેવા પ્રયત્નો કરવા.
  • વિજ્ઞાન વિસ્તરણ માટે પુસ્તકો, ચોપનીયા, સામયિકો, પખવાડિકો તથા અન્ય પ્રકાશનો હાથ ધરવા તેમજ સંવાદ, પરિસંવાદ, કાર્યશાળા યોજવા તથા ઈલેક્ટ્રોનિક તેમજ સોશ્યલ મીડિયા નો તેના માટે ઉપયોગ કરવો.
  • વિજ્ઞાનની સાથે સંકળાયેલ અભ્યાસક્રમો હાથ ધરવા.
  • વિજ્ઞાનના લાભ માટે તાલીમ કેન્દ્રો ચલાવવા.
  • વિજ્ઞાનની સમાજ સાથે સંકળાયેલ માહિતી સંકલિત કરવા પ્રેરણા આપવી.
  • શાળા, મહાશાળામાં વિજ્ઞાનને લગતા શૈક્ષણિક સુધારાઓને લગતી પ્રવૃત્રિઓને પ્રોત્સાહિત કરવી.
  • ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને અનુલક્ષીને યુવા વિજ્ઞાનીઓમાં સ્વાવલંબન, દેશાભિમાન જેવા ગુણોનો વિકાસ કરવો તેમજ સર્જનાત્મક તથા સચ્ચાઈનો દૃષ્ટીકોણ કેળવવો.
  • પર્યાવરણ સાથે સુસંગત જીવનશૈલીના આયોજન અંગે સમજ કેળવવી.
  • ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં કલા, હસ્તકલા, હાથવણાટ, કોટેજ ઉધોગો વગેરેને પ્રોત્સાહિત કરવા.
  • પશુકલ્યાણ યોજનાઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો.  જેમાં ઓલાદ સુધારણા, પશુ પ્રત્યે આચરવામાં  આવતી કૃરતા રોકવા, અશક્ત – નબળા કે માંદા ઢોરની સારવાર માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવી.
  • સ્વાવલંબિત, ટકાઉ ટેક્નોલૉજીવાળો ઔધગિક વિકાસ કરી ગ્રામ્ય ઉત્થાન કરવું.
  • વિજ્ઞાનીઓ અને પ્રાધોગિકોને સ્થાનિક સ્તરનાં ઓધોગિક અને આર્થિક વિકાસના સંશોધનો, પરિસંવાદ તથા કાર્યશાળાઓ મારફતે પ્રેરણા આપવી– જેના થકી દેશનો વિકાસ થઇ શકે.
  • વૈજ્ઞાનિક વિકાસની પ્રવૃતિઓને સ્પર્શતા સલાહકાર મંડળોની રચના કરવી.
  • અન્ય સમાન વિચારધારા ધરાવતી સંસ્થાઓનિ સાથે સાનિધ્ય કેળવવું.
  • વિજ્ઞાન ગુર્જરી માટે વૈજ્ઞાનિક અને બૌધિક માહિતીનું અધ્યયન કરવું.
  • વૈજ્ઞાનિક મેળવડા, પ્રદર્શન અને સંલગ્ન પ્રવૃત્રિઓ કે જેના દ્વારા વિજ્ઞાન ગુર્જરીના કાર્ય કે હેતુઓ સિધ્ધ થય તેનું આયોજન કરવું.
  • વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસની પ્રવૃત્રિઓ હાથ ધરવી.
  • સરકાર સાથે યોગ્ય શૈક્ષણિક ધારાધોરણ, અર્થવ્યવસ્થા,ઈજનેરી, ઓધોગિક તાંત્રિક્તા અન્વયે સમન્વય કરવો.
  • વિજ્ઞાન ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરતી વ્યક્તિઓનું સન્માન કરવું.

૨૧મી ઓક્ટોબરે NVPAS કોલેજ ના ઓડિટોરિયમ ખાતે વિભા સ્થાપના દિવસની ઉજવણી તથા પ્રાંત કાર્યકર્તા અભ્યાસ વર્ગ


તારીખ ૨૧મી ઓક્ટોબરે ના રોજ  N V Patel college of Pure and Applied Science, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે ના ઓડિટોરિયમમાં  વિજ્ઞાન ગુર્જરી ના આણંદ યુનિટ અને વિદ્યાનગર યુનિટ દ્વારા સંયુક્ત  ખાતે પ્રાંત લેવલ નો ૨૬મો   "વિભા સ્થાપના દિવસ" ની ઉજવણી તથા "પ્રાંત કાર્યકર્તા અભ્યાસ વર્ગ" નું આયોજન કરવા માં આવેલ છે તો વિજ્ઞાન ગુર્જરી ના આણંદ યુનિટ અને વિદ્યાનગર યુનિટના સભ્યો તથા આમંત્રિતો ને આ કાર્યક્રમ માં ભાગ લેવા આમંત્રણ. સમય સવારે ૯-૪૫ થી સાંજે ૪-૦૦